AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં નાના ચિલોડા રોડ પર પોલીસ લખેલા બોર્ડવાળી બેફામ કારે સર્જ્યો અકસ્માત, બેથી ત્રણ લોકોને લીધા અડફેટે- વીડિયો

ગાંધીનગરમાં નાના ચિલોડા રોડ પર પોલીસ લખેલા બોર્ડવાળી બેફામ કારે સર્જ્યો અકસ્માત, બેથી ત્રણ લોકોને લીધા અડફેટે- વીડિયો

Harin Matravadia
| Edited By: | Updated on: Dec 02, 2023 | 11:34 PM
Share

ગાંધીનગરમાં નાના ચિલોડા રોડ પર બેફામ કારે અકસ્માત સર્જ્યો છે. પૂરપાટ ઝડપે આવતી પોલીસ લખેલા બોર્ડવાળી કારે બાઈક ચાલકને ટક્કર મારી બે થી ત્રણ લોકોને અડફેટે લીધા હતા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારચાલક નબીરો દારૂના નશામાં હોવાની શક્યતા છે.

ગાંધીનગરમાં નાના ચિલોડા રોડ પૂરપાટ ઝડપે આવતી બેફામ કારે અકસ્માત સર્જ્યો છે. બેફામ રફ્તારથી આવતી કાર પર પોલીસ લખેલા બોર્ડવાળી કારે અકસ્માત સર્જ્યો હોવાનુ સામે આવ્યુ છે. કારે બાઈકચાલકને અડફેટે લીધો હતો અને અન્ય બે થી ત્રણ લોકોને પણ અડફેટે લીધા હતા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. ત્યારે કારચાલક નબીરો દારૂના નશામાં હોવાની શક્યતા છે. કારચાલકે ટક્કર મારતા બાઈકનો ફુરચો બોલી ગયો હતો. આ ટક્કરમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી અન્ય એક કાર અને બાઈકને  પણ ટક્કર વાગી હતી.

આ પણ વાંચો: જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ 4 હજારથી વધુ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફેરવ્યુ ફુલેકુ- વીડિયો

કારમાંથી મળી દારૂની બોટલ

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો એક્ઠા થઈ ગયા હતા. સમગ્ર અકસ્માતની ઘટનાનો સ્થાનિકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. હાલ સમગ્ર મામલે કાર ચાલક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  કારમાંથી દારૂની બોટલ મળી આવતા પ્રાથમિક દૃષ્ટિએ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ હોવાનું પણ અનુમાન છે.

Input Credit- Harin Matravadiya- Ahmedabad 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">