AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટને લઇને મોટો ઘટસ્ફોટ, તપાસ દરમિયાન 35 શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા, જુઓ Video

Ahmedabad : સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટને લઇને મોટો ઘટસ્ફોટ, તપાસ દરમિયાન 35 શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા, જુઓ Video

Mihir Soni
| Edited By: | Updated on: Oct 04, 2023 | 11:03 AM
Share

કેનેડાથી અમદાવાદ આવેલા ડ્રગ્સ (Drugs) કન્સાઇન્મેન્ટમાં ડ્રગ્સ ઝડપાવા મામલે મોટો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. ડાર્ક વેબથી ડ્રગ્સનું કરોડો રૂપિયાનું પેમેન્ટ કર્યાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન 35 શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા છે.

Ahmedabad : કેનેડાથી અમદાવાદ આવેલા ડ્રગ્સ (Drugs) કન્સાઇન્મેન્ટમાં ડ્રગ્સ ઝડપાવા મામલે મોટો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. ડાર્ક વેબથી ડ્રગ્સનું કરોડો રૂપિયાનું પેમેન્ટ કર્યાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન 35 શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા છે.

આ પણ વાંચો-Photos : મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર

વધુમાં એવો પણ ખુલાસો થયો છે કે મોબાઇલ નંબરના આધારે પાર્સલની ડિલિવરી મેળવાતી હતી.આ કેસમાં મોબાઇલના લોકેશન અને કોલ ડિટેલના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમને 6 ઇન્સ્ટાગ્રામ ID હાથ લાગ્યા છે. સાથે જ સપ્લાયર્સ સાથે વાત કરવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યુ છે. શકમંદોને ઝડપી પાડવા અમદાવાદ, વડોદરા, સુરતમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે બાતમીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ફોરેન પોસ્ટ ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને રૂપિયા 48 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. જોકે અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે હકિકત તેમની નજર સામે આવી. સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માફિયાઓએ ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવી પુસ્તકના પેજ પર સૂકવી દીધું હતું. એટલે કે પુસ્તક અને રમકડાની આડમાં ડ્રગ્સ સપ્લાયના રેકેટનો ખેલ સામે આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 02, 2023 01:20 PM
g clip-path="url(#clip0_868_265)">