Gujarati Video : વડોદરામાં ચાઇનીઝ એપથી અનેક લોકો સાથે ફ્રોડની ફરિયાદ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો દીપિકા ભગતનો પરિવાર પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં દીપિકાના નામે એકાઉન્ટ ખોલાવી ઉમંગે ઠગાઈ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમ આ પરિવાર સુધી પહોંચી, તો તેમને પણ છેતરપિંડીનો ભોગ બન્યાનો ખ્યાલ આવ્યો હતો. જેમાં સાયબર ક્રાઈમ સેલે તેમનું પણ નિવેદન નોંધ્યું છે
વડોદરામાં ચાઇનીઝ કંપનીના ફ્રોડ નેટવર્કથી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં એજન્ટ દ્વારા લોનની એપ્લીકેશન મારફતે રોકણની લાલચ આપી ઉમંગ પટેલે અનેક લોકોને છેતર્યા છે. જેમાં અનેક લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને એકાઉન્ટ ખોલાવ્યા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો દીપિકા ભગતનો પરિવાર પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં દીપિકાના નામે એકાઉન્ટ ખોલાવી ઉમંગે ઠગાઈ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમ આ પરિવાર સુધી પહોંચી, તો તેમને પણ છેતરપિંડીનો ભોગ બન્યાનો ખ્યાલ આવ્યો હતો. જેમાં સાયબર ક્રાઈમ સેલે તેમનું પણ નિવેદન નોંધ્યું છે.. ચાઈનીઝ કંપનીના નેટવર્કમાં આવા અનેક લોકો ફસાયા છે.
(With Input, Yunus Gazi )
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos
Latest News