Junagadh Rain : જૂનાગઢમાં વરસાદ બાદ સામે આવ્યા તબાહીના દ્રશ્યો, લોકોએ ઘરની બહાર વિતાવી રાત, જુઓ Video

ભારે વરસાદના કારણે જૂનાગઢની લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં 100 ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો પરેશાન છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:55 AM

Junagadh Rain : જૂનાગઢમાં (Junagadh) સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં 100 ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો પરેશાન છે.

આ પણ વાંચો Junagadh : એ બાપા ગ્યા…હવે મળી ગયા, કાર સાથે તણાયેલા વૃદ્ધનું કરાયું રેસ્કયુ, જુઓ Video

ભારે વરસાદના કારણે પાણી આવતા પહેલા લોકોએ ઘર બચાવવા મથામણ કરી, પરંતુ સ્થિતિ બેકાબૂ થતા જીવ બચાવવા લોકોએ દોટ મુકી હતી. સ્થિતિ એટલી ગંભીર બની કે નાગરિકોએ આખી રાત ઘરની છત પર આશરો લેવાની ફરજ પડી હતી. લક્ષ્મીનગર સોસાયટી નદી કાંઠે આવેલી છે અને સૌથી વધુ નુકસાન નદી કાંઠાના વિસ્તારોમાં સર્જાયું છે. જેના કારણે નાગરિકોને પહેરવાના કપડાથી માંડીને ખાવાનો સામાન નવેસરથી ખરીદવાનો વારો આવ્યો છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">