Junagadh : એ બાપા ગ્યા…હવે મળી ગયા, કાર સાથે તણાયેલા વૃદ્ધનું કરાયું રેસ્કયુ, જુઓ Video

જૂનાગઢમાં એક વૃદ્ધ પાણીમાં તણાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે આ કાકાને પોલીસ અને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 23, 2023 | 10:38 AM

Junagadh Rain : જૂનાગઢમાં શનિવારે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જેના કારણ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધ પાણીમાં તણાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે આ કાકાને પોલીસ અને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો Breaking News : જૂનાગઢ શહેર અને જિલ્લામાં બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

શનિવારે કાળવા નદી ગાંડીતૂર બનતાં દિવાલ તોડીને રસ્તા પરથી પાણી વહેવા લાગ્યું હતું. જેના કારણે એક કાકા કારની સાથે તણાવા લાગ્યા હતા. જેથી આસપાસના લોકો બૂમો પાડી રહ્યા હતા. સૌને એમ હતું કે હવે આ કાકા નહીં બચે પરંતુ નસીબ કહો કે ચમત્કાર. વિનોદ ટેકવાણી નામના આ કાકા બચી ગયા છે. તેમને પગમાં થોડી ઈજા થઈ છે. મોતને હરાવીને સંકટમાંથી બહાર આવેલા કાકાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી.

વિનોદ ટેકવાણી એ જણાવ્યું કે તેઓ સાઈકલ લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા તે સમયે તણાવા લાગતા રસ્તામાં ઉભી રહેલી કાર પકડી લીધી હતી. અડધો કલાક તેઓ કારના બોનેટ પર બેસી રહ્યા હતા. પરંતુ કાર પણ તણાવા લાગતા તેઓ પણ તણાયા હતા. એક સમયે તેમની નજર સામે મોત ઝળુંબી રહ્યું હતું. તેમને બચવાની કોઈ આશા નહોતી.

આ સમયે કાકાએ મન મક્કમ કરી લીધુ હતું કે ગમે તે રીતે જિંદગી બચાવવી છે. આખરે તણાતા-તણાતા તેમણે એક મજબૂત ઝાડ પકડી લીધું અને દોઢ કલાક સુધી ઝાડને બાથ ભરીને ઉભા રહ્યા. ત્યારબાદ 10થી 15 લોકો તેમના માટે દેવદૂત બનીને આવ્યા અને તેમની જિંદગી બચાવી લીધી.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">