AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંમતનગર કોટન સહકારી જીનમાં વેલ્ડીંગ કામ કરતા આગ ફાટી નીકળી, ફાયર ટીમે મેળવ્યો કાબૂ

હિંમતનગર કોટન સહકારી જીનમાં વેલ્ડીંગ કામ કરતા આગ ફાટી નીકળી, ફાયર ટીમે મેળવ્યો કાબૂ

| Updated on: Nov 21, 2023 | 7:14 PM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ સહકારી કોટન જીનમાં આગની ઘટના નોંધાઈ હતી. મશીનરીના સમારકામ દરમિયાન વેલ્ડીંગ કામ કરતા તણખાં ઝરતા કોટન જીનમાં આગ પ્રસરી હતી. એકાએક જ આગ ઝડપથી પ્રસરવા લાગતા જીન અને આસપાસમાં રહેલા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે જીનમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાનો સમયે ઉપયોગ કામ આવતા આગને વધારે પ્રસરતી અટકાવાઈ શકી હતી.

હિંમતનગર શહેરમાં આવેલ સહકારી કોટન જીનમાં આગ લાગવાને લઈ કારણે અફરાતફરી મચી ગઈ હતી. એકાએક જ કોટન જીનમાં આગ પ્રસરતા અને કોટનનો જથ્થો જીનમાં મોજૂદ હોવાને લઈ જીન અને આસપાસમાં રહેલા લોકોમાં ઘડીકભરતો ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે જીનની ફાયર સેફ્ટી વ્યવસ્થા સમયે કામ આવતા આગને વધુ ફેલાતા રોકવાનો પ્રયાસ થઈ શક્યો હતો.

આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

આગ લાગવાનુ કારણ મશીનરીનુ સમારકામ કરવા દરમિયાન વેલ્ડીંગ મશીનનો ઉપયોગ હોવાનુ સામે આવ્યુ હતુ. વેલ્ડીંગ મશીનનો ઉપયોગ કોટન જીનમાં કરાતા તણખાં વેલ્ડીંગના ઝરતા તે હવાથી કોટનના જથ્થામાં લાગતા જ આગ પ્રસરી હતી. આગને પગલે સ્થાનિક ફાયર ટીમને જાણ કરાઈ હતી. ફાયરની ટીમો ઝડપભેર આવી પહોંચતા આગને કાબૂમાં લઈ શકાઈ હતી. આગને કારણે મશીનરીને નુક્સાન પહોંચ્યુ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આગને મામલે હવે તપાસ કાર્યવાહી હાથ ધરાશે અને બેદરકારી હોવા અંગે પણ તપાસ કરાશે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 21, 2023 07:12 PM
g clip-path="url(#clip0_868_265)">