વડાલીમાં જંગલ વિસ્તાર ધરાવતા ડુંગરો પર આગ, દીપડા સહિત જંગલી પ્રાણીઓના જીવ સામે જોખમ
વડાલી તાલુકાના કુબાધરોલમાં આગની ઘટના સામે આવી છે. કુબાધરો નજીક આવેલ ડુંગરો પર આગ લાગવાનો બનાવ નોંધાયો છે. આ ડુંગર વિસ્તારમાં દીપડા સહિતના જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. જેને લઈ સ્થાનિક લોકો આગ લાગવાને લઈ ચિંતામાં આવી આગને કાબૂમાં લેવા માટે દોડ્યા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે વનવિભાગની ટીમો આળસમાં જોવા મળી હતી.
સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની શરુઆતે જ ડુંગરો પર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડાલી તાલુકાના કુબાધરો ગામની સીમમાં આવેલા ડુંગરો પર આગની ઘટના નોંધાઈ હતી. ગામ નજીકના ડુંગરો પર આગ લાગવાને લઈ સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. સાથે જ ડુંગર પર આગની ઘટનાને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો
ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. જંગલ વિસ્તાર ધરાવતા ડુંગરો પર આગ લાગવાને લઈ જંગલી જાનવરોના જીવને જોખમ સર્જાયુ હતુ. જેને લઈ સ્થાનિક લોકોએ પ્રાણીઓને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ માટે આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. વડાલી તાલુકામાં આવેલા ડુંગર વિસ્તારોમાં દીપડા સહિતના જંગલી પ્રાણીઓનો વસવાટ પ્રમાણમાં વધારે છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News