કચ્છ : મુન્દ્રાના સૌરાષ્ટ્ર લોજિસ્ટીક પાર્કમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આગની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તો ભચાઉના લલીયાણા ગામે પણ ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી.
કચ્છના મુન્દ્રા વિસ્તારમાં શનિવારે રાતના સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ સૌરાષ્ટ્ર લોજિસ્ટિક પાર્ક ખાતે ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં અફરાતફરી મચી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા.
આ પણ વાંચો કચ્છ : ભચાઉના લલીયાણામાં ઘાસ ભરેલા ટેમ્પોમાં લાગી આગ, જુઓ વીડિયો

Latest Videos