AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: ડુંગરી ગામે પિતાએ કરી સંતાનોની હત્યા, પોલીસે હત્યારા પિતાને ઝડપી લીધો, જુઓ Video

Dahod: ડુંગરી ગામે પિતાએ કરી સંતાનોની હત્યા, પોલીસે હત્યારા પિતાને ઝડપી લીધો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:10 PM
Share

દાહોદના ડુંગરીમાં એક હિચકારી ઘટના બની છે. ખુદ પિતા જ તેના સંતાનો માટે યમદૂત બની ગયો. જિલ્લાના ડુંગરીમાં પિતાએ પોતાના પુત્ર અને પુત્રીની હત્યા કરી દીધી. એટલુ જ નહીં બંને સંતાનોની હત્યા બાદ હત્યારા પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Dahod: હેવાન બનેલા પિતાએ તેમના જ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઝાલોદના ડુંગરી ગામે આ ઘટના બની છે. સાસરિયાઓ સાથેના કૌટુંબિક ઝઘડામાં પિતાએ તેમની 12 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યા છે. તેણે પોતાના જ સંતાનોનું ગળુ દબાવી હત્યા કરી નાખી. બાદમાં પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ પરિવારજનો તેમજ અન્ય લોકોએ તેમને આત્મહત્યા કરતા અટકાવ્યા હતા.  ઘટનાની જાણ થતાં જ પોલીસે હત્યારા પિતાને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : દાહોદમાં 2007થી વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસે અજમાવી અનોખી તરકીબ, વાંચો ડીજેના તાલે કેવી રીતે પકડાયો વોન્ટેડ

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાં ભૂરસિંહભાઈ ડાંગી તેમના પરિવાર સાથે રહે છે અને તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભુરસિંહભાઈ અને તેમનાં પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ઘણીવાર પત્ની ઝઘડો કરીને પોતાના પિયર જતી રહેતી હતી. ભૂરસિંહ તેમના સાસરામાં પત્નીને લેવા માટે જાય ત્યાં પણ બોલાચાલી થતી હતી. ભૂરસિંહને અવારનવાર તેમની સાસરીવાળા ત્રાસ આપતા હતા. આ સમગ્ર વાતમાં આખરે બે સંતાનોનો ભોગ લેવાઈ ગયો.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">