Dahod: દાહોદમાં 2007થી વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસે અજમાવી અનોખી તરકીબ, વાંચો ડીજેના તાલે કેવી રીતે પકડાયો વોન્ટેડ

Dahod: દાહોદમાં 144થી વધુ ગુન્હામાં વોન્ટેડ એક બુટલેગર આરોપીને પકડવા માટે પોલીસે અનોખી તરકીબ અજમાવી હતી. છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા LCBએ જે છટકુ ગોઠવ્યુ તેના વિશે આરોપીએ જિંદગીમાં પણ નહીં વિચાર્યુ હોય ત્યારે ડીજેના તાલે કેવી રીતે પોલીસે વોન્ટેડને દબોચ્યો. વાંચો.

Dahod: દાહોદમાં 2007થી વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસે અજમાવી અનોખી તરકીબ, વાંચો ડીજેના તાલે કેવી રીતે પકડાયો વોન્ટેડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 7:30 PM

દાહોદ સરહદી જિલ્લો હોવાથી અહીં રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બોર્ડર પરથી દારૂ ઘુસાડવામાં આવે છે. ગુજરાતમાં અનેક રસ્તાઓથી દારૂની ખેપ મારતા બુટલેગરોની કમી નથી. ત્યારે દાહોદમાં એક બુટલેગર છેલ્લા 15 વર્ષથી 144થી વધુ ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરતો હતો. પોલીસ જ્યારે પણ આ આરોપીને પકડવા જાય ત્યારે તે કોઈને કોઈ યુક્તિ અજમાવીને ફરાર થઈ જતો હતો. જો કે હવે 2007થ વોન્ટેડ આ બુટલેગરને પકડવા માટે દાહોદ LCBએ જે યુક્તિ અજમાવી તેના વિશે આરોપીએ ક્યારેય સપને પણ નહીં વિચાર્યુ હોય.

જાનૈયાના વેશમાં ત્રાટકી પોલીસ

પોલીસે આરોપીને પકડવા માટે જાનૈયાના વેશમાં ત્રાટકી હતી. વોન્ટેડ બુટલેગરને પણ પોલીસ વરરાજના જેમ જ માથા પર બુકાની નાખીને લઈ આવી હતી. પોલીસ આરોપીને પકડવા આવી રહી છે તેની કોઈને ગંધ સુદ્ધા ન આવે તે માટે દરેક પોલીસકર્મી જાનૈયાના વેશમાં કેટલાક બાઈક પર અને કેટલાક ગાડીમાં આવ્યા હતા. ભાગ્યે જ રિયલ લાઈફમાં જોવા મળે તે પ્રકારના આ દૃશ્યો અહીં જોવા મળ્યા હતા. પોલીસે આરોપીને પણ જાણે વરરાજાની સરભરા કરાતી હોય તેમ જ લઈ આવી હતી.

આરોપી પીદીયી રતના સંગાડા 2007થી વોન્ટેડ, 144થી વધુ ગુન્હામાં આરોપી

રાજ્યના ટોપ 24 અને જિલ્લામાં ટોપ ટેનની યાદીમાં જેનુ નામ વોન્ટેડ લિસ્ટમાં મોખરે છે એ બુટલેગર છેલ્લા 2007થી પોલીસ ચોપડે 144થી પ્રોહિબિશન સહિતના ગુન્હામાં નાસતો ફરતો હતો. આ આરોપી છે પીદીયા રતના સંગાડા. જે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાનો રહેવાસી છે. વોન્ટેડ પર 10 હજાર રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. તે લગ્નપ્રસંગમાં આવવાનો હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જાનૈયાના વેશમાં, ડીજેના તાલે નાચતા ગાતા બુટલેગરને દબોચી નીકળી ગઈ પોલીસ

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ કે ડી ડીંડોર દ્વારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાના આધારે લગ્નમાં જાનૈયાના વેશમાં સજ્જ થયા હતા. માથા પર સાફા, ગોગલ્સ અને સ્થાનિક પહેરવેશ પહેરી ડીજેના તાલે નાચતા નાચતા મોસ્ટ વોન્ટેડ બુટલેગર જ્યા છુપાયેલો હતો તે જગ્યાએ પહોંચીને ઘેરો નાખ્યો હતો. એક સેકન્ડ માટે પણ કોઈને જાનૈયાના વેશમાં આવેલી પોલીસ પર શંકા ગઈ ન હતી. એટલી હદે LCBએ ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. બુટલેગર જ્યાં છુપાયેલો હતો ત્યાં પહોંચી પોલીસે બુટલેગરને દબોચી લીધો હતો.

આ પણ વાંચો : Gujarati Video : દાહોદમાં લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો

આરોપી મોટાપાયે રાજસ્થાન- મધ્યપ્રદેશથી દારૂ મગાવી ગુજરાતમાં પહોંચાડતો

અલગ અલગ સ્થળોએ પહોંચાડતો હતો. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ આરોપી સામે દાહોદ જિલ્લા સહિત મધ્યપ્રદેશના 144થી વધુ ગુન્હા નોંધાયેલા છે અને હજુ વધુ ગુના સામે આવવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">