Video – નર્મદાએ મચાવી તબાહી, વડોદરાના પાદરામાં ખેડૂતોને ભારે નુક્સાન, જુઓ Video
વડોદરામાં ભારે વરસાદને કારણે કપાસ, મગફળી, તમાકુમાં મોટું નુકસાન સામે આવ્યું છે. ખેતર અને ગામોમાં પાણી ભરાયા છે. આ વરસાદના પાણીને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સરકાર પાસે માગ ખેડૂતે સહાયની પણ માગ કરી છે. ફાજલપુરના તમામ ખેતરોમાં, ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવે ફાજલપુરના ખેડૂતોની માગ છે.
નર્મદાની જેમ મહિસાગર નદીના કાંઠા વિસ્તારો પણ પૂરથી પ્રભાવિત રહ્યા. કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક વિસ્તારોમાં તબાહી વેરી છે. નદી કાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ફાજલપુર ગામમાં કપાસ, મગફળી અને તમાકુના પાકને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો : Vadodaraના રાવપુરા સ્થિત બેંક ઓફ ઇન્ડિયામાં લાગી આગ, કોમ્પ્યુટર અને ફાઇલોને નુકશાન થયું હોવાનું અનુમાન, જુઓ Video
ફાજલપુરના તમામ ખેતરોમાં, ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવે ફાજલપુરના ખેડૂતોની માગ છે કે, સરકાર સમયસર યોગ્ય સહાય કરે. મહત્વનુ છે કે બીજી તરફ નર્મદા નદીના પૂરથી કાંઠા વિસ્તારમાં આવેલા માંડવા ગામના ખેડૂતો અને પશુપાલકો બરબાદ થયા છે. ત્રણ કિલોમીટર સુધીના ખેતી પાકને નુકસાન, માછલી ઉચ્છેર કેન્દ્રના તળાવ માંથી 50 હજારથી વધુ માછલી નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ.
