ટામેટાના ભાવ તળિયે જતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ટામેટાની ખરીદી ટેકાના ભાવે કરાવવા ખેડૂતોની સરકારને માગ

ખેડૂતો (Farmer) પડતર કિંમત કરતા પણ નીચા ભાવે ટામેટા વેચવા માટે મજબુર બની ગયા છે. ત્યારે અમદાવાદ APMCમાં ટામેટાના ભાવની શું સ્થિતિ છે તે TV9 ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 1:54 PM

ગુજરાતમાં ટામેટાના ભાવ તળિયે પહોંચતા જગતનો તાત દુઃખી જોવા મળી રહ્યો છે. ખેડૂતો પડતર કિંમત કરતા પણ નીચા ભાવે ટામેટા વેચવા માટે મજબુર બની ગયા છે. ત્યારે અમદાવાદ APMCમાં ટામેટાના ભાવની શું સ્થિતિ છે તે TV9 ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સામે આવ્યુ હતુ કે, ટામેટાની નિકાસ અટકતા તેમજ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંચું વાવેતર થતા ભાવ ઘટ્યા છે. તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સારા ભાવ ન મળતા મૂંઝવણમાં મુકાયા છે.

આ વર્ષે 1.84 લાખ હેક્ટરમાં ટામેટાનું વાવેતર થયું

હાલ APMCમાં મણ ટામેટાના ભાવ 100થી 120 રૂપિયા છે. જો કે બે દિવસ પહેલા મણ ટામેટાના ભાવ 60 રૂપિયા હતા. આજે મણ ટામેટાના ભાવ સરેરાશ 120ની આજુબાજુ રહ્યાં છે. તેમ છતાં પડતર કિંમત કરતા પણ નીચા ભાવે ટામેટા વેચવા ખેડૂતો મજબુર બન્યા છે. વેપારીઓ તેમનો નફો મેળવી લે છે પરંતુ ખેડૂતોને મજબૂરીમાં માલ વેચવો પડે છે.

સાથે જ ટામેટાની નિકાસ અટકતા તેમજ ગત વર્ષની સરખામણીએ ઊંચું વાવેતર થતા ભાવ ઘટ્યા છે. આપને કહી દઇએ કે ગત વર્ષે ગુજરાતમાં 1.58 લાખ હેક્ટરમાં ટામેટાનું વાવેતર થયેલું જેની સરખામણીએ આ વર્ષે 1.84 લાખ હેક્ટરમાં ટામેટાનું વાવેતર થયું છે. વધુ વાવેતર અને મબલખ ઉત્પાદનના કારણે ભાવ ઘટી ગયા છે.

ધોરાજીના ખેડૂતો મૂંઝવણમાં

શાકભાજીના સતત ઘટતા ભાવથી ધોરાજી પંથકના ખેડૂતો મૂંઝવણમાં છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. વાવેતરના સમયે મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિતનો અઢળક ખર્ચ ખેડૂતોને કરવો પડે છે. તો બીજી તરફ ખેડૂતો ઉપજનું વેચાણ કરવા જાય ત્યારે તેમને પોષણક્ષણ ભાવ મળતા નથી. હાલમાં ધોરાજીમાં ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. ત્યારે ટામેટાના પ્રતિ મણના ભાવ માત્ર 45 થી 50 રૂપિયા જ મળી રહ્યા છે. ઓછા ભાવ મળતા ટામેટા કે અન્ય શાકભાજીને યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો દુ:ખી જોવા મળી રહ્યા છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">