સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ ! શિક્ષણ પ્રધાનની મોટી કાર્યવાહી
પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શાળા પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી
સુરત એક સાથે 30 વિદ્યાર્થીઓને LC આપી દેવાનો મામલો સામે આવ્યો હતો જેમાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરતના પાલનપોરની શાળામાં વિદ્યાર્થી રજા પર જતા શાળાના પ્રિન્સિપાલે 30 બાળકોને LC આપી દીધી હતી. જે સમગ્ર મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાને Tv9ના અહેવાલ દ્વારા બહાર લાવવામાં આવતા જ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
કારણ વગર વિદ્યાર્થીઓને LC આપવી પ્રિન્સિપાલે ભારે પડી
સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર સાચો બહાર આવતા સમગ્ર મામલે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવી ગયા છે અને તાત્કાલિક શાળા પ્રિન્સિપાલને બરતરફ કરવા આદેશ કર્યા છે.
શિક્ષણ પ્રધાને તાત્કાલિક પ્રિન્સિપાલને હટાવ્યા
પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શાળા પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરીને શિક્ષણ પ્રધાને મહત્વનો દાખલો બેસાડ્યો છે.