દેશભરના મેડિકલ કોલેજોમાં EDના દરોડા, કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાંથી પુરાવાઓ કર્યા જપ્ત
EDની ટીમે દેશભરની મેડિકલ કોલેજોના મહત્વના વિભાગોમાં તપાસ કરી અને ત્યાંથી મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યા છે. સાથે જ મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા સહિતના ડિજિટલ પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે.
દેશભરમાં મેડિકલ એડમિશન અને ફંડિંગ સાથે જોડાયેલા સંભવિત ગેરરીતિઓની તપાસના ભાગરૂપે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. EDએ એકસાથે 15 રાજ્યોમાં આવેલી અનેક મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા છે. ગુજરાતમાં કલોલની સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ એન્ડ રિસર્ચ ખાતે પણ તપાસ કરવામાં આવી છે.
આટલી વસ્તુઓ કરી જપ્ત
પ્રાથમિક માહિતી મુજબ EDની ટીમે કોલેજના મહત્વના વિભાગોમાં તપાસ કરી અને ત્યાંથી મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યા છે. સાથે જ મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા સહિતના ડિજિટલ પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. EDને શંકા છે કે ફી-સ્ટ્રક્ચર, એડમિશન પ્રક્રિયા, ફંડિંગ અને ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નાણાકીય ગેરવહીવટના તાર અહીંથી મળી શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં ચકચાર ફેલાઈ ગઈ
રાજ્યભરમાં ચાલતી આ કાર્યવાહીએ મેડિકલ ક્ષેત્રમાં ચકચાર ફેલાઈ ગઈ છે. EDની ટીમો દ્વારા જપ્ત કરાયેલા ડેટાના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની પૂરી શક્યતા છે. અધિકારીઓ મુજબ જો કોઈ નાણાકીય અનિમિતતા અથવા વિરુદ્ધ પુરાવા મળે, તો સંબંધિત સંસ્થાઓ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થશે.
