વલસાડમાં ડ્રગ્સને લઈ DRI ની મોટી કાર્યવાહી, 3 લોકોની ધરપકડથી ફફડાટ
ગુજરાતમાં ઠેક ઠેકાણે ડ્રગ્સનો વ્યાપારનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાપી જીઆઇડીસીની પ્રાઇમ પોલિમરમાથી 180 કરોડનું મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કંપની માલિકના ઘર ઓફીસ સહિત કંપની પર DRI એ રેડ કરી કાર્યવાહી કરી છે. જે કાર્યવાહીમાં 3 લોકો સામે કાર્યવાહી કરી છે. પાછલા 15 દિવસમાં ડીઆરઆઈની આ ત્રીજી મોટી કાર્યવાહી છે.
વાપી જીઆઇડીસીની પ્રાઇમ પોલિમરમાથી 180 કરોડનું મેફેડ્રોન ઝડપાયું છે. કંપની માલિકના ઘર ઓફીસ સહિત કંપની પર DRI એ રેડ કરી. 121 કિલો મેફેડ્રોન સહિત 18 લાખ રૂપિયા પણ કબ્જે કર્યા છે. પાછલા 15 દિવસમાં ડીઆરઆઈની આ ત્રીજી મોટી કાર્યવાહી છે. મહત્વનુ છે કે DRI દ્રારા વાપી,મુંબઈ અને અમદાવાદ ખાતે તપાસ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો : અકસ્માત : વલસાડમાં રસ્તાને રેસનો ટ્રેક ન સમજવાની ખાખીની ચેતવણી ઘોળીને પી ગયા રોડ રોમિયો
DRI દ્રારા વાપી ખાતે ડ્રગ્સ બનાવતી કંપની ઝડપી પાડી છે જેમાં 180 કરોડ થી વધુની કિંમત નું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 18 લાખ રોકડ રકમ પણ મળી આવી હતી. અગાઉ મુંબઈ ખાતે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. હાલમાં મળતી માહિતી મુજબ ડ્રગ્સની કાર્યવાહીમાં 3 લોકોની DRI એ ધરપકડ કરી છે.
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
