અકસ્માત : વલસાડમાં રસ્તાને રેસનો ટ્રેક ન સમજવાની ખાખીની ચેતવણી ઘોળીને પી ગયા રોડ રોમિયો
વલસાડમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. કારની રેસના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કારની રેસમાં કારચાલકે બાઇક પર સવાર દંપતીને અડફેટે લીધું. બાઇક ચાલકને પહોંચી ઈજા ગંભીર પહોંચી છે. રસ્તાને રેસનો ટ્રેક ન સમજવાની ખાખીની ચેતવણી બાદ પણ બેફામ ઝડપ પર બ્રેક નથી લાગી
વલસાડમાં બે કારચાલકોએ રેસિંગનો ટ્રેક સમજીને રસ્તા પર સર્જી દીધો રીતસર આતંક અને રેસ જીતવાની લ્હાયમાં જોખમમાં મૂકી દીધો અન્ય વાહનચાલકોને જીવ અદ્ધર ગયો છે. CCTVમાં એવા ભયાનક દ્રશ્યો કેદ થયા છે. આ દ્રશ્યોમાં રેસિંગ ટ્રેક પર કાર હંકારતા હોય તેમ 2 કારચાલકો પૂરપાટ ઝડપે જઇ રહ્યા છે.
બાઇકસવાર દંપતિ પહેલી બેફામ કારથી તો બચી જાય છે, પરંતુ પાછળ આવતી બીજી કારની ટક્કર વાગતા જમીન પર પટકાય છે અને લોકોના ટોળા એકત્ર થઇ જતા ત્યાંથી નાસી છૂટે છે. અકસ્માતની ઘટનામાં બાઇકસવાર દંપતિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે.
એક તરફ બેફામ કારચાલકોને વિરૂદ્ધ પોલીસ વિભાગ ડ્રાઇવ ચલાવી રહ્યું છે. તેવા સમયે કારચાલકોની આ કરતૂત પોલીસ માટે પડકાર સમાન છે. જોવાનું એ રહે છે કે નિયમોનો છડેચોક ભંગ કરતા આ તત્વો વિરૂદ્ધ પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે.
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
