AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: May 08, 2025 | 7:28 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં માવઠાની શક્યતા છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં માવઠાની શક્યતા છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા

રાજ્યમાં આજે ગાજવીજ સાથે સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિકલાકની રહેશે. રાજ્યમાં આજે વરસદને લઈ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ ભરૂચ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">