AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar Video : ધ્રોલમાં ધર્મ પરિવર્તનને લઇને ખળભળાટ, 748 હિન્દૂઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માગણી કરતો CMને પત્ર લખ્યો

Jamnagar Video : ધ્રોલમાં ધર્મ પરિવર્તનને લઇને ખળભળાટ, 748 હિન્દૂઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માગણી કરતો CMને પત્ર લખ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2024 | 1:12 PM
Share

જામનગરના ધ્રોલમાં ધર્મ પરિવર્તનને લઈને ખળભળાટ જોવા મળ્યો છે. 748 હિન્દુઓએ મુસ્લિસ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ધર્મપરિવર્તનની મંજૂરી આપવા માટે CMને પત્ર લખ્યો છે.

જામનગરના ધ્રોલમાં ધર્મ પરિવર્તનને લઈને ખળભળાટ જોવા મળ્યો છે. 748 હિન્દુઓએ મુસ્લિસ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે. ધર્મ પરિવર્તન પાછળ ધારાસભ્ય અને કોર્પોરેટર જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષોથી વ્યથા વર્ણવતો તેજાબી શબ્દો સાથેનો પાત્ર વાયરલ થતા ખળભળાટ જોવા મળ્યો છે.

748 હિન્દુઓએ મુસ્લિસ ધર્મ અંગીકાર કરવાનો લીધો નિર્ણય

ધ્રોલમાં સાત ડેરી મંદિર વિસ્તારમાં રહેતા લોકોએ CM સહિતના લોકોને પત્ર લખ્યો છે. કલેકટર સમક્ષ ધર્મપરિવર્તન કરવા મંજૂરી આપવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. ધ્રોલ વિસ્તારમાં માસ – મટનનો કચરો બેફામ નાખતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે.

વર્ષોથી રજૂઆત કરવા છતા ઉકેલ ન આવતા ધર્મપરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે. હિન્દુ સેનાના અગ્રણી, ધ્રોલના રાજકીય આગેવાનો અને અધિકારીઓને પત્રની નકલ મોકલતા ચોતરફ ભારે ચર્ચાનો વિષય સર્જાયો છે.

( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા, જામનગર ) 

g clip-path="url(#clip0_868_265)">