ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ MLA જોઇતા પટેલનું રાજીનામું

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ MLA જોઇતા પટેલનું રાજીનામું

| Edited By: | Updated on: Feb 28, 2024 | 2:44 PM

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધર્યુ છે. જોઇતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઇતા પટેલે રાજીનામુ ધરી દેતા, કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરાં બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે રાજીનામુ ધરી દીધુ છે. તેઓએ કોંગ્રેસને રામ રામ કરી દઇ પ્રદેશ કોંગ્રેસ સમિતિને પોતાનું રાજીનામુ મોકલી આપ્યાના સમાચાર છે.

આ પણ વાંચો: ક્રિકેટ રમતા બાળકોને પિતાએ ધમકાવતા 1000 કિમી દૂર પહોંચ્યા, માસૂમોની મદદે રેલવે પોલીસ આવી

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં મહત્વના આગેવાન તરીકે જોવામાં આવે છે. તેઓ ત્રણ વાર ધાનેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈ જશે એવી શક્યતા છે. શક્તિસિંહ ગોહિલને સંબોધીને જોઇતા પટેલે રાજીનામુ ગત 26 ફેબ્રુઆરીએ લખ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 28, 2024 02:42 PM