દેવભૂમિ દ્વારકા સમાચાર : મહિલાઓએ યુવાનને રસ્તા પર ઢસડીને ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં પણ જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરપ્રાંતિય મહિલાઓ યુવકને મારમારી રહી છે. આ ઘટના ખંભાળિયાના રેલવે સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યાં રુપિયાની લેતીદેતી બાબતે મારામારી થઈ હોવાનું સામે આવી રહ્યુ છે.
રાજ્યમાં અવારનવાર મારામારી ઘટનાઓ સામે આવતી હોય છે. દેવભૂમિ દ્વારકામાં પણ જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરપ્રાંતિય મહિલાઓ યુવકને મારમારી રહી છે.
આ ઘટના ખંભાળિયાના રેલવે સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યાં રુપિયાની લેતીદેતી બાબતે મારામારી થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. જેના પગલે મહિલાઓએ યુવાનને રસ્તા પર ઢસડીને માર માર્યો. જો કે TV9 આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
તો બીજી તરફ વલસાડના વાપીમાં પણ દારૂ પીને છાકટા બનેલા 4 શખ્સોએ એક યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગુંજન વિસ્તારના ન્યુ હાઉસિંગ બોર્ડ પાસેની છે. જ્યાં નવરાત્રિમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને ઢોરમાર માર્યો હતો.
મારામારી કરવા આવેલા તમામ શખ્સો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોને જાણે પોલીસને કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યુ છે.