દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકાની હોટલોની ખોટી વેબસાઈટ બનાવી પ્રવાસીઓને છેતર્યા, ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો
દ્વારકા પોલીસે લખનઉના રહેવાસી માસ્ટરમાઈન્ડ નીરજ તિવારીને ઝડપી પાડીને તેના 17 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના દાવા પ્રમાણે, મુખ્ય સૂત્રધાર નીરજ તિવારીએ નકલીનો ખતરનાક નેટવર્ક ઉભું કર્યું હતું.તેણે દ્વારકા સહિત દેશભરની નામાંકિત હોટલોની 117 ખોટી વેબસાઈટ બનાવી હતી.પર્યટકો ઓનલાઈન બુકિંગ કરાવતા. પણ જ્યારે તેઓ હોટલ પર જતા ત્યારે ખબર પડતી હતી કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાની હોટલોની ખોટી વેબસાઈટો બનાવતો અને પ્રવાસીઓને છેતરતો. પરંતુ હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. સંખ્યાબંધ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે. દ્વારકા પોલીસે લખનઉના રહેવાસી માસ્ટરમાઈન્ડ નીરજ તિવારીને ઝડપી પાડીને તેના 17 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસના દાવા પ્રમાણે, મુખ્ય સૂત્રધાર નીરજ તિવારીએ નકલીનો ખતરનાક નેટવર્ક ઉભું કર્યું હતું.તેણે દ્વારકા સહિત દેશભરની નામાંકિત હોટલોની 117 ખોટી વેબસાઈટ બનાવી હતી.પર્યટકો ઓનલાઈન બુકિંગ કરાવતા. પણ જ્યારે તેઓ હોટલ પર જતા ત્યારે ખબર પડતી હતી કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.આવા અનેક પ્રવાસીઓની ફરિયાદો મળી હતી.
દ્વારકા પોલીસને મળી મોટી સફળતા
દ્વારકાના 4 લોકોની ફરિયાદના આધારે પોલીસે સાયબર સેલની મદદથી તપાસ હાથ ધરી હતી.જેમાં આખું નેટવર્ક લખનઉથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે લખનઉ જઈને આરોપી નીરજ તિવારીને ઝડપી પાડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રવાસીઓને છેતરવા માટે તેણે 255 ખોટા જીમેઈલ આઈડી અને ગુગલ એડ્સ બનાવી હતી.
તેણે ફક્ત દ્વારકા જ નહીં સોમનાથ, જૂનાગઢ, આણંદ સહિત દેશના જુદા-જુદા શહેરોની હોટલ અને રિસોર્ટની નકલી વેબસાઈટો બનાવી હતી.પોલીસે તેની પાસેથી 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે.આ ઉપરાંત મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
