Porbandar Video : કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ ! શીતલ પાર્કમાં બબાલ થતા યુવકની હત્યા કરાઈ
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છતા પણ અવારનવાર ક્રાઈમની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં 6 હત્યાના બનાવ સામે આવ્યા છે.પોરબંદરના શીતલ પાર્કમાં ગરબામાં બબાલ થતા મારામારીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ વલસાડમાં 6 વર્ષની માસૂમ બાળકીની હત્યાથી ચકચાર મચ્યો છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમીને પરત ફરી રહેલો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો.
Porbandar : રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છતા પણ અવારનવાર ક્રાઈમની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં 6 હત્યાના બનાવ સામે આવ્યા છે.પોરબંદરના શીતલ પાર્કમાં ગરબામાં બબાલ થતા મારામારીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ વલસાડમાં 6 વર્ષની માસૂમ બાળકીની હત્યાથી ચકચાર મચ્યો છે.
આ પણ વાંચો : Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમીને પરત ફરી રહેલો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. હોસ્પિટલ પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું. તો બનાસકાંઠાના ભાભરમાં સાસુ સાથે આડાસંબંધની આશંકાએ જમાઈએ શખ્સની હત્યા કરી હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં સરાજાહેર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. તો સુરત શહેરમાં બનેવીની હત્યાના કેસમાં પોલીસે સાળાની ધરપકડ કરી છે.
