ખેડા : હાઇકોર્ટની ટકોર બાદ પણ નડિયાદ પાલિકા ઊંઘમાં, દરેક વિસ્તારમાં રખડતા ઢોરનું રાજ, જુઓ વીડિયો

ખેડા : હાઇકોર્ટની ટકોર બાદ પણ નડિયાદ પાલિકા ઊંઘમાં, દરેક વિસ્તારમાં રખડતા ઢોરનું રાજ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2023 | 2:23 PM

નડિયાદનો એક પણ વિસ્તાર એવો નહિ હોય કે જ્યાં રખડતા પશુઓ ન જોવા મળે. જોકે આ મામલો છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. હાઈકોર્ટે દરેક પાલિકાના વિભાગને આદેશ કર્યા બાદ ઊંઘમાંથી જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પુરવવાની કામગીરી હાથ ધરી છે. જોકે હાઈકોર્ટ આદેશ આપ્યા બાદ પણ પાલિકા વિસ્તારમાં આજે રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.

ખેડા : નડિયાદમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જો કે તાજેતરમાં હાઈકોર્ટે કરેલી આકરી ટકોર બાદ નડિયાદ પાલિકાએ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ડામવા માત્ર કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર હજી પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે, શહેરનો એક પણ વિસ્તાર એવો નહિ હોય કે જ્યાં રખડતા પશુઓ ન જોવા મળે. જોકે આ મામલો છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. હાઈકોર્ટે દરેક પાલિકાના વિભાગને આદેશ કર્યા બાદ ઊંઘમાંથી જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પુરવવાની કામગીરી હાથ ધરી છે. જોકે હાઈકોર્ટ આદેશ આપ્યા બાદ પણ પાલિકા વિસ્તારમાં આજે રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- રાજકોટ સમાચાર : નશાની હાલતમાં ધૂત રીક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત, સ્થાનિકોએ પોલીસને જાણ કરી,જુઓ વીડિયો

નડિયાદ શહેરના મિશન રોડ, પીજ રોજ, કોલેજ રોડ સ્ટેશન રોડ, સંતરામ રોડ, રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે પણ રખડતા ઢોર જોવા મળ્યા. આમ પાલિકા દ્વારા માત્ર દેખાળા પુરતું જ ઢોર પકડવાનું અભિયાન હાથ ઘરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. સમગ્ર મામલે જયારે નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો કેમેરા સમક્ષ મોટી મોટી વાતો કરતાં નજરે પડ્યા, પણ વાસ્તવિક સ્થિતિ તો કઈક અલગ જ છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">