રાજકોટ સમાચાર : નશાની હાલતમાં ધૂત રીક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત, સ્થાનિકોએ પોલીસને જાણ કરી,જુઓ વીડિયો
રાજકોટના દારુ પીધેલા રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. દારુના નશામાં પૂરપાટ રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષાચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા. તેમજ અકસ્માત બાદ સ્થાનિકોએ ઝડપી લેતા રીક્ષાચાલકે દારૂ પીધો હોવાનું કબુલ્યુ હતુ.ત્યારબાદ તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તો રાજકોટમાં પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના દારુ પીધેલા રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. દારુના નશામાં પૂરપાટ રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષાચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા. તેમજ અકસ્માત બાદ સ્થાનિકોએ ઝડપી લેતા રીક્ષાચાલકે દારૂ પીધો હોવાનું કબુલ્યુ હતુ.ત્યારબાદ તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
તો બીજી તરફ ધોરાજી પાસે કાર બ્રિજ નીચે ખાબક્તા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ભાવનગરથી દ્વારકા જતા પટેલ પરિવારને આ અકસ્માત નડ્યો હતો. આવકાર હોટેલ પાસે આવેલા ઓવર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
Published on: Nov 03, 2023 12:37 PM
Latest Videos