Ahmedabad Video : પેરેન્ટ મિટિંગમાં માટે આવેલી મહિલાને સિક્યોરિટી ગાર્ડે બુરખો હટાવવાનું કહેતા સર્જાયો વિવાદ, DEOએ શાળાને નોટિસ ફટકારી
સ્કૂલની પેરેન્ટ મિટિંગમાં બાળકના અભ્યાસ અંગે ચર્ચા થતી હોય છે.પરંતુ અમદાવાદની એક શાળામાં તો પેરેન્ટ મિટિંગ શરૂ થાય તે પહેલા જ વિવાદ થયો હતો. અમદાવાદના ઇસનપુર વિસ્તારની લિટલ બર્ડ સ્કૂલમાં વાલી અને શિક્ષકોની મિટિંગ હતી.

મિટીંગમાં પોતાના સંતાનનાં અભ્યાસની પ્રગતિ જાણવા આવેલી મહિલાને સ્કૂલના મેઇન ગેટ પર જ વરવો અનુભવ થયો હતો.સિક્યોરિટી ગાર્ડે બુરખાધારી મહિલાને ચેહરા પરથી નકાબ હટાવવાનું કહેતા હોબાળો થયો હતો.
DEOએ માગ્યો ખુલાસો
મહિલાએ પુરૂષ સિક્યોરિટી ગાર્ડ સામે ચેહરા પરનો નકાબ હટાવવા સામે વાંધો હતો. મહિલા સિક્યોરીટી ગાર્ડ હોય તો મહિલાને વાંધો નથી.વાલીઓનો દાવો છે કે સ્કૂલ સંચાલકને પણ આ અંગે જાણ કરાઇ પરંતુ તેમણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો. હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારીનાં ધ્યાને આખો મામલો આવ્યો છે. જેના પગલે સ્કૂલના સંચાલકને નોટીસ ફટકારાઇ છે. DEOએ તાત્કાલિક આ મામલે ખુલાસો માગ્યો છે.
જો કે બીજી તરફ શાળાનાં સંચાલકે આ મામલે ખુલીને કંઇ બોલવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી ભૂતકાળમાં બનેલી અમુક ઘટનાઓને કારણે સિક્યોરિટી ગાર્ડ વાલીઓનું ચેકિંગ કરતા હોવાનો દાવો કર્યો હતો.