મંદી વચ્ચે કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા રોકવા માગ, બનાસકાંઠાના ખેડૂતોની કલેક્ટરને રજુઆત

બનાસકાંઠા જિલ્લામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં હજુ 1 કરોડથી વધુ બટાકાના કટ્ટ સંગ્રહિત છે. ત્યારે બટાકાના ભાવ ન મળતાં અત્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત છે. ડિસેમ્બર માસથી બટાકા વાવેતરની શરૂઆત થશે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની આર્થિક સ્થિતિ કોરોના બાદ કથળી છે. અનેક કોલ્ડ સ્ટોરેજના હપ્તા ભરાયા ન હોવાથી બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને રોકવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જ્યાં સુધી ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા સ્થગિત રાખવા ખેડૂતોએ માંગ કરી.

બનાસકાંઠા જિલ્લામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં હજુ 1 કરોડથી વધુ બટાકાના કટ્ટ સંગ્રહિત છે. ત્યારે બટાકાના ભાવ ન મળતાં અત્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત છે. ડિસેમ્બર માસથી બટાકા વાવેતર ની શરૂઆત થશે. જો કોલ્ડ સ્ટોરેજ સીલ થાય તો ખેડૂતોના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં બગડી જાય તેવી સ્થિતિ સર્જાય. જેથી ભારતીય કિસાન સંઘે આજે આવેદનપત્ર આપી જ્યાં સુધી ખેડૂતોના બટાકા ન નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા મોકૂફ રાખવા વિનંતી.

બીજી તરફ ડીઝલના વધતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ખેડૂતો અત્યારે યંત્ર આધારિત ખેતી કરી રહ્યા છે. ખેતી ની વાવણી થઈ ગઈ લણણી સુધી તમામ બાબતો યંત્રના આધારિત થાય છે. જેના કારણે ડીઝલ ખેડૂત માટે અગત્યનું છે. ડીઝલના વધતા ભાવ ખેડૂતો માટે મોટી મુશ્કેલી છે. ખેડૂતોને ડીઝલના ભાવના કારણે ખેતી કરવી અઘરી બની છે.

આ પણ વાંચો : નડીયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

Click on your DTH Provider to Add TV9 Gujarati