ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરો નાખુશ, બેઠકમાં કોઈ હાજર ના રહ્યું, જુઓ વીડિયો
ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી છે. ભાજપના જ ગોવા રબારી સામે માર્કેટયાર્ડના ડિરેક્ટરોમાં જ અસંતોષની સ્થિતિ જોવા મળી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં માત્ર ચેરમેન ગોવા રબારી સિવાયના ડિરેક્ટરો હાજર જ રહ્યા નહોતા. આમ ભાજપના જ ડિરેક્ટરો નાખુશ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી છે. ભાજપના જ ગોવા રબારી સામે માર્કેટયાર્ડના ડિરેક્ટરોમાં જ અસંતોષની સ્થિતિ જોવા મળી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં માત્ર ચેરમેન ગોવા રબારી સિવાયના ડિરેક્ટરો હાજર જ રહ્યા નહોતા. આમ ભાજપના જ ડિરેક્ટરો નાખુશ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગોવા રબારી ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પદે ભાજપના જ મેન્ડેટ પર ચૂંટાયા હતા. હવે ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ જોવા મળ્યા હતા. ગોવા રબારીને મનસ્વી વર્તન અને અનગઢ વહીવટને લઈ વિરોધ થઈ રહ્યો હોવાનું કારણ સામે ચર્ચામાં છે. જોકે ચેરમેન ગોવા રબારીએ કહ્યું હતુ કે, અમારે કોઈ વિવાદ નથી અને અમે મળતા રહીએ છીએ.
આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
Latest Videos