AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : કડીમાં ડોકટરની બેદરકારીએ સગર્ભા મહિલા અને બાળકનું મોત, પારુલ નર્સિંગ હોમના બે તબીબ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ Video

Mehsana : કડીમાં ડોકટરની બેદરકારીએ સગર્ભા મહિલા અને બાળકનું મોત, પારુલ નર્સિંગ હોમના બે તબીબ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 7:12 AM
Share

મહેસાણાના કડીના પારુલ નર્સિંગ હોમના બે તબીબો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આઠ માસ પુરા થઈ ગયેલ હોવાનું જાણતા હોવા છતાં મુખ્ય ડોકટર હર્ષિલ પટેલ આવ્યા નહોતા. તો મહિલાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે પણ ના મોકલી. અને આયુર્વેદિક તબીબે ડિલિવરી ના કરી શકે તેમ હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવી હતી.

Mehsana : મહેસાણાના કડીના પારુલ નર્સિંગ હોમના બે તબીબો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તબીબની બેદરકારીથી ડિલિવરી દરમિયાન સગર્ભા અને બાળકના મોત થયા હતા. જેને લઈને પારુલ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર હર્ષિલ પટેલ અને આયુર્વેદિક ડોકટર ઈશરત વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

જેમાં સગર્ભા મહિલાની પ્રેગન્સીની શરૂઆતથી પારૂલ નર્સિંગ હોમમાં સારવાર ચાલુ હતી. જે મહિલાને અગાઉ બે સિઝેરિયનથી બાળકો થયેલ હતા. છતા મહિલાની નોર્મલ ડિલિવરી કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : Mehsana video : નવા શોપિંગ સેન્ટરના ઠરાવને લઇ વિપક્ષે વિરોધ નોંધાવ્યો, સમગ્ર મુદ્દે કમિશનર કચેરી સુધી રજૂઆત કરાશે

આઠ માસ પુરા થઈ ગયેલ હોવાનું જાણતા હોવા છતાં મુખ્ય ડોકટર હર્ષિલ પટેલ આવ્યા નહોતા. તો મહિલાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે પણ ના મોકલી. અને આયુર્વેદિક તબીબે ડિલિવરી ના કરી શકે તેમ હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. ડોકટરની ગંભીર બેદરકારીના કારણે સગર્ભા અને બાળકનું મોત થયું હતું. મહત્વનું છે કે બેદરકારી બદલ મેડિકલ કાઉન્સિલે 6 માસ માટે તબીબને સસ્પેન્ડ કર્યા છે. સમગ્ર મામલે કડી પોલીસ મથકે બંને ડોકટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">