ડાંગમાં વરસાદી સીઝનમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, સમગ્ર વાતાવરણ બન્યુ આહ્લાદક- જુઓ Video
ડાંગમાં વરસાદી સીઝનમાં પ્રકૃતિનો અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. વરસાદી સીઝનમાં ધીમી ધારે વરસતા વરસાદમાં એકદમ આહ્લાદક વાતાવરણ બન્યુ છે. ત્યારે પ્રકૃતિની મજા માણવા માટે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસતા વરસાદે સમગ્ર વાતાવરણને આહ્લાદક બનાવી દીધુ છે. ચોમાસું જામતાની સાથે જ દર વર્ષે ડાંગમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. આ વર્ષે પણ રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. ખાસ કરીને અંબિકા નદી ઉપરના ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉપરાંત સાપુતારામાં ધીમી ધારે વરસતા વરસાદની વચ્ચે પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને અન્ય પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓનાં મન મોહી લીધા હતા. મહાલ ઇકો ટુરિઝમ સાઇટ, શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી.
સાપુતારામાં બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચુકતા નથી. ડાંગ જિલ્લમાં ચોમાસાની સીઝન અને સાથે રવિવારની રજા હોવાાથી બાળકોથી લઈને મોટેરાઓ કુદરતી સૌદર્ય માણવા માટે પહોંચી ગયા છે.