દેવદૂત બન્યા પોલીસ જવાનો, દરિયામાં ડૂબતા બે લોકોને જવાનોએ બચાવ્યા, જુઓ VIDEO

ઉનાળાનું વેકેશન હાલમાં ચાલી રહ્યુ છે ત્યારે મોજ માણવા માટે સહેલાણીઓ દરિયા કિનારા તરફ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જોકે, મોજ માણતા યુવાનો ક્યારેક ઊંડા દરિયામાં જવાની ભૂલ કરી બેસે છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 25, 2022 | 7:17 PM

Daman: ઉનાળાનું વેકેશન હાલમાં ચાલી રહ્યુ છે ત્યારે મોજ માણવા માટે સહેલાણીઓ દરિયા કિનારા તરફ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જોકે, મોજ માણતા યુવાનો ક્યારેક ઊંડા દરિયામાં જવાની ભૂલ કરી બેસે છે. જેને લઇને અનેક ડૂબવાના બનાવ સામે આવતા હોય છે. આવી જ એક ઘટના બની સંઘપ્રદેશ દમણમાં. જ્યાં બે પોલીસ જવાનોએ જીવ જોખમમાં મુકીને બે જિંદગી બચાવી લીધી હતી. દરિયામાં ડૂબી રહેલા બે સહેલાણીઓને પોલીસ જવાનોએ બચાવ્યા હતા. અઠવાડિયા પહેલા બનેલી ઘટનાનો હાલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દરિયામાં બે લોકો ડૂબવા લાગ્યા હતા. દરિયા કિનારે ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ભક્તિ અને નિર્મલ પટેલ સમય સૂચકતા વાપરીને દરિયાઈમાં જઈને ડૂબી રહેલા બંને યુવાનોને બહાર કાઢ્યા હતા.

બંધ મોબાઈલ નંબર મદદથી બેંકમાંથી સાડા પાંચ લાખ રૂપિયા ઉપડી ગયા

વલસાડ જીલ્લામાં એકનિવૃત્ત કર્મચારીના બેન્ક એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારના otp વગર સાડા પાંચ લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના બની હતી. જે બાદ નિવૃત કર્મચારીએ છેતરપીંડીની  પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં પૈસા ઉપડવામાં વર્ષ 2013માં બંધ કરાવેલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર નિવૃત્ત કર્મચારીએ બેંક ખાતા સાથે લીંક થયેલો મોબાઈલ નંબર 2013માં બંધ કરાવી દીધો હતો પરંતુ, તેની બેંકને જાણ કરી ન હતી. જે બાદ મોબાઈલ કંપની દ્વારા નિવૃત કર્મચારીનો નંબર થોડા સમય પહેલા સુરતના રાહુલ નામના એક રત્નકલાકારના હાથ લાગ્યો હતો. જે નંબર ચાલુ કરાવતા નિવૃત કર્મચારીના ખાતાના ટ્રાન્જેક્શનના રૂપિયાનો SMS આવતા તેમના ખાતામાં 5.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળતા રત્નકલાકારની નિયત બગડી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati