Panchmahal Rain : હાલોલમાં 2 કલાકમાં 2 ઈંચ ખાબક્યો વરસાદ, પાવાગઢ અને આસપાસના વિસ્તારમાં નયનરમ્ય વાતાવરણ, જુઓ Video

Panchmahal Rain : હાલોલમાં 2 કલાકમાં 2 ઈંચ ખાબક્યો વરસાદ, પાવાગઢ અને આસપાસના વિસ્તારમાં નયનરમ્ય વાતાવરણ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 24, 2025 | 12:40 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલોલ શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકી સામે આવી છે.

પંચમહાલમાં ગઈકાલે સાંજના સમયે જિલ્લાના હાલોલ તાલુકામાં 2 ઈંચથી વધુ વધારે વરસાદ નોંધાયો છે. પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રેવા પથના પગથિયાઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે.પગથિયામાં ભારે પાણીના વહી રહેલા પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદને લઈને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે.

સુરતના રસ્તા પર ફરી વળ્યું પાણી

સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. શહેરમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પુણાગામ પર્વત ગામ રોજ પર પાણી ભરાતા હાલાકી થઈ છે. હજુ પણ સુરતના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયેલા છે. પર્વત ગામથી ડિંડોલી તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. રોડની બંન્ને બાજુ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વરસાદને કારણે પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાયા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો