દાહોદ : નકલી કચેરીના કેસમાં વધુ એક અધિકારીની સંડોવણી, પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ, જુઓ વીડિયો

દાહોદ : નકલી કચેરીના કેસમાં વધુ એક અધિકારીની સંડોવણી, પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 5:06 PM

નકલી કચેરીના કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારે દાહોદ પોલીસે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી બે અધિકારી અને બે શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ નામ સામે આવવાની શક્યતા છે.

દાહોદમાં નકલી કચેરીના કેસમાં વધુ એક અધઘિકારીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી બે અધિકારી અને બે શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ નામ સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે

ઉલ્લેખનીય છે કે, કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. જેઓ 2019થી પ્રાયોજન કચેરીના અધિકારી પદે નિમણૂક હતા. ત્યારે કાગળ પર ખડકેલ 6 કચેરીના પત્રવ્યવહાર પણ આરોપીઓ રૂબરૂ આવીને કરતા હતા. જેથી કોઈને પણ કૌંભાડની જાણ ન થઈ. ત્યારે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવતાં પૂછપરછ શરૂ કરાઈ છે.

(Input By : Pritesh Panchal)

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">