Dahod : લીમખેડા કોર્ટે પોક્સોના આરોપીને દુષ્કર્મ કેસમાં આકરી સજા ફટકારી

TV9 GUJARATI

|

Updated on: Dec 27, 2022 | 11:29 PM

દાહોદ જિલ્લામાં લીમખેડા ડિસ્ટ્રીક કોર્ટે પોક્સો એક્ટ હેઠળ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જેમાં વર્ષ 2021ના બળાત્કાર અને અપહરણ કેસમાં લીમખેડા કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.ડિસ્ટ્રીક કોર્ટના જજે પોક્સોના આરોપીને કુલ 70 વર્ષની સજા ફટકારી છે..સાથે વિવિધ કલમો હેઠળ આરોપીને 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે

દાહોદ જિલ્લામાં લીમખેડા ડિસ્ટ્રીક કોર્ટે પોક્સો એક્ટ હેઠળ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જેમાં વર્ષ 2021ના બળાત્કાર અને અપહરણ કેસમાં લીમખેડા કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જેમાં સરકારી વકીલના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીક કોર્ટના જજે પોક્સોના આરોપીને કુલ 70 વર્ષની સજા ફટકારી છે..સાથે વિવિધ કલમો હેઠળ આરોપીને 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે..આરોપીએ સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો..જે મુદ્દે આરોપી વિક્રમ સામે 2021માં સાગટાળા પોલીસ મથકે પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. આ કેસ એક જ વર્ષના ચલાવીને તેને પૂર્ણ કરવામાં આવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati