દાહોદ: નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં નકલી ઈજનેર 28 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

આણંદના નહેરુ યુવા કેન્દ્ર ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા નકલી ઈજનેર નરોતમ પરમારની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ નામો બહાર આવી શકે છે. આરોપી અબુબકરના રિમાન્ડ દરમિયાન નરોતમ પરમારનું નામ સામે આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2023 | 5:27 PM

દાહોદના ચકચારી નકલી કચેરીના કેસમાં નકલી ઈજનેર નરોતમ પરમારના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. નરોતમ પરમાર અબુબકરની સાથે નકલી ઈજનેર બની ફરજ બજાવતો હતો. નકલી ઈજનેર બની રકમના ચેકો પર સહી કરતો હતો. તપાસમાં વધુ 1.5 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. નકલી કચેરી કૌભાંડમાં આંકડો 20 કરોડને પાર પહોંચ્યો છે.

આ પણ વાંચો રાજ્યના 77 હજારથી વધુ શિક્ષકોને અપાશે CPR તાલીમ, બીજા તબક્કાના અંતે 1.60 લાખથી વધુ શિક્ષકો થશે તાલીમબદ્ધ

આણંદના નહેરુ યુવા કેન્દ્ર ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા નકલી ઈજનેર નરોતમ પરમારની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ નામો બહાર આવી શકે છે. આરોપી અબુબકરના રિમાન્ડ દરમિયાન નરોતમ પરમારનું નામ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ નકલી કચેરીથી 100 જેટલા કામો મંજૂર કરાવ્યા હતા. જેમાંથી 80 ટકા કામો કાગળ પર પૂર્ણ દર્શાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">