આજનું હવામાન : ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પાંચ દિવસ વરસાદ વરસી શકે છે.આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 17 મે બાદ આકરી ગરમી પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે.