Cyclone Biparjoy: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે CMને લખ્યો પત્ર, સ્થળાંતરિત થયેલા લોકોને તાત્કાલિક કેશ ડોલ્સ ચુકવવા કર્યુ સૂચન

Gir Somnath: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્ય પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે કોંગ્રેસના તમામ કાર્યકરો જનહિતમાં સરકારી તંત્રને સહયોગ કરશે. શક્તિસિંહે સ્થળાંતરિત થયેલા લોકોને કેશડોલ્સ ચુકવવાની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:07 AM

રાજ્ય પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાના સંકટને જોતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્ય પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યુ છે. કોંગ્રેસના તમામ કાર્યકરો જનહિતમાં સરકારી તંત્રનો સાથ આપશે. વાવાઝોડાની સ્થિતિમાં નાગરિકોને મદદરૂપ થવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કાર્યકરોને સૂચનો કર્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ સ્થળાંતરિત થયેલા લોકોને રોકડ સહાય આપવા ચુકવવા અંગે પણ તેમણે જણાવ્યુ છે. સ્થળાંતર થયેલા લોકોને કેશડોલ્સ ચૂકવી આપવી જોઈએ તેમ શક્તિસિંહે જણાવ્યુ છે.

આ પણ વાંચો : Ahmedabad: શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાં જુથબંધી અંગે કહી મોટી વાત, 18મીએ સંભાળશે પ્રમુખપદ

વધુમાં શક્તિસિંહે ઉમેર્યુ કે સંભવિત અસરગ્રસ્ત ગામોમાં જનરેટરની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ વનવિભાગના ગોડાઉનમાં પડેલા ઘાસ સંભવિત અસરગ્રસ્ત ગામોને પશુઓના ચારા માટે મોકલી આપવાની તેમણે માગ કરી છે. તેમજ ગ્રામ પંચાયતોને સેટેલાઈટ ફોન આપવા જણાવ્યુ છે. આ સાથે તેમણે લોટ, કઠોળ, ચોખા, સહિત જીવન જરૂરી સામગ્રીની કીટ પહોંચાડવાની માગ કરી છે.

ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">