Ahmedabad: શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાં જુથબંધી અંગે કહી મોટી વાત, 18મીએ સંભાળશે પ્રમુખપદ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતની હાલની રાજનીતિ તેમજ કોંગ્રેસમાં જૂથબંધી અંગે વાત કરી હતી. પ્રમુખ તરીકેની જવાબદારી વિધીવત રીતે આગામી 18 જૂનને રવિવારે સંભાળશે.

Ahmedabad: શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાં જુથબંધી અંગે કહી મોટી વાત, 18મીએ સંભાળશે પ્રમુખપદ
Shaktisinh Gohil 18મીએ સંભાળશે કાર્યભાર
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 13, 2023 | 10:23 AM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરીકે શક્તિસિંહ ગોહિલની પસંદગી 9 જૂને કરવામાં આવી હતી.  શક્તિસિંહ ગોહિલની ગણના કોંગ્રેસને વફાદાર અને ચુસ્ત કોંગ્રેસી તરીકેની થાય છે. એમને જે જવાબદારી સોંપવામાં આવે એ હંમેશા નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. ત્યારે એમની પસંદગી અંગે શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની જણાવ્યું વાતચિત દરમિયાન કહ્યુ કે હું પક્ષનો નિષ્ઠાવાન સૈનિક છું, મારો રોલ મારા સેનાપતિએ નક્કી કર્યો છે. અગાઉ મને બિહાર ત્યારબાદ દિલ્લી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

મને મારા સેનાપતિએ કહ્યું કે તમારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવવાની છે. તો હું એમના આદેશ મુજબ અહીંયા આવી ગયો છું. મારા નામની જાહેરાત સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ મને શુભકામનાઓ પાઠવી છે તે બદલ તેમનો આભારી છું.

પક્ષમાં જૂથબંધી નહીં, એક તાંતણે કામ કરીશું

ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય છે ત્યારે શક્તિસિંહ એ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, હું જૂથબંધીમાં નથી માનતો અને જૂથબંધીના રાજકારણનો માણસ નથી, મારા માટે પક્ષ મોટો છે. નાખુશ થનાર મિત્રોને વાતચીત કરવા કહી રહ્યો છું, પરિવારના મુખીયા ની જવાબદારી મળી છે ત્યારે પક્ષના તમામ કાર્યકરોમાં કોઈ જૂથ નહીં પરંતુ તમામને એક તાતણે બાંધી આગળ વધીશું. દરેક કાર્યકરો કોઈને કોઈ સાથે તો સંકળાયેલા હોય જ છે. પરંતુ તમામ સાથે મળી ટીમ કોંગ્રેસ તરુકે કામ કરતા થાય એવું કરીશું. ભાજપ જેવી સરમુખત્યારશાહી કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં વૈમનસ્યની સ્થિતિ ક્યારેય નથી રહી અને રહેશે પણ નહીં. શક્તિસિંહે જૂથવાદને લઈ કરેલ આ સ્પષ્ટતાને કાર્યકરો આવકારી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે આ મારા સ્વાર્થનો સંઘર્ષ નથી પરંતુ ગુજરાતની અસ્મિતાના પુનઃ સ્થાપન માટે પુરુષાર્થ કરવો છે. તમામ ગુજરાતીઓને ખાતરી આપીશ કે આપના સેવક તરીકે કામ કરવું છે. આપણે ત્યાં સમરસ, પ્રેમ અને વૈમનસ્ય વગરની રાજનીતિ રહી છે. દુશ્મનાવટ કાઢવાની રાજનીતિ ગુજરાતમાં નથી રહી ત્યારે ફરીવાર ગુજરાતની અસ્મિતાની રાજનીતિ માટે લડીશું. કે જ્યાં વ્યક્તિગત સ્વાર્થ ના હોય. ગુજરાતના નાગરિકોને આહવાન કરું છું કે આવો સાથે મળી ગુજરાતની લડત લાડીએ.

18 જૂને ગાંધી પ્રતિમાના આશીર્વાદ બાદ પદભાર

શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂક 9 જૂને કરાઈ. જોકે તેઓ પ્રમુખ તરીકેની જવાબદારી વિધીવત રીતે આગામી 18 જૂનને રવિવારે સંભાળશે. 18 જૂને સવારે 10 કલાકે તેઓ ગાંધી આશ્રમ ખાતે ગાંધી પ્રતિમાએ શિષ ઝુકાવ્યા બાદ પદયાત્રા સ્વરૂપે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચશે અને ત્યારબાદ વિધિગત રીતે કાર્યભાર સંભાળશે. જ્યાં ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્યો એકઠા થશે.

આ પણ વાંચોઃ  PM મોદીએ દુનિયાના સુંદર ટાપુ પર ખેતીને વિક્સાવવાના ગુજરાતીના પ્રયાસને ખૂબ વખાણ્યો, કહ્યુ-સુંદર પરિણામ!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">