Gandhinagar : ચાઈનીઝ ગેંગને બેંકખાતાની માહિતી આપતા અને 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video

Gandhinagar : ચાઈનીઝ ગેંગને બેંકખાતાની માહિતી આપતા અને 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2024 | 9:13 AM

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારે સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં 55 લાખની ઠગાઈના કેસના આરોપીઓ ઝડપાયા છે. સાયબર ક્રાઈમે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ચાઈનીઝ ગેંગ સાથેની લિંક સામે આવી છે.

આરોપી ચાઈનીઝ લોકોને સિમકાર્ડ અને બેંકખાતા આપતા હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ કમિશન લઈને બેંક ખાતા આપતા હોવાનું સામે આવ્યુ છે. 100 જેટલા બેંક ખાતા ચાઈનીઝ લોકોને આપ્યા હતા. ટેલિગ્રામની મદદથી ચાઈનીઝ લોકો સાથે સંપર્ક રાખતા હતા.

ખોટી વેબસાઈટ બનાવનાર ઠગ ઝડપાયો

બીજી તરફ ખોટી વેબસાઈટ બનાવી લોકોને ઠગનાર ઝડપાયો છે. સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશની આરોપીની ધરપકડ કરી છે. ફેક વેબસાઈટથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેમાં રિચાર્જ, બુકિંગના નામે વેબસાઈટ પરથી નાણાં મેળવતા હતા. 5 બોગસ વેબસાઈટમાં રાજ્યના 8 નાગરિકો ભોગ બન્યા છે.

g clip-path="url(#clip0_868_265)">