ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 3 દિવસમાં 50 હજાર પ્રવાસી ઉમટયા

જૂનાગઢના સાસણગીરમાં હોટલ અને ફાર્મહાઉસની સાથે જ સિંહ દર્શનનું ઑનલાઈન બુકિંગ હાઉસફૂલ થઈ ગયું. નવસારીમાં દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે સહેલાણીઓએ ઉંટ અને ઘોડેસવારીની મજા માણી. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ પહોંચ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:31 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 3 દિવસમાં લગભગ 50 હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ, આજે એક જ દિવસમાં બપોર સુધીમાં 20 હજાર પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દિવાળીનું વેકેશન હજુ ચાલુ છે. આગામી સમયમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અહીં આવનારા પર્યટકો જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન સહીતના પ્રોજેક્ટોની પણ મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ઘટતા મોટી સંખ્યામાં ગુજરાત તેમજ રાજ્ય બહારના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળી વેકેશન હોવાથી પરિવાર સાથે લોકો સ્ટેચ્યુ તેમજ તેની આસપાસના સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ અને સુરતના વધુ લોકોનો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ધસારો જોવા મળી રહ્યો છે.

તહેવારોની રજામાં ગુજરાતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી. મોઢેરાનું સૂર્યમંદિર નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા. સૂર્ય મંદિરનો અદભૂત કલાવારસો નિહાળીને પર્યટકો ખુશખુશાલ થઈ ગયા. જૂનાગઢના સાસણગીરમાં હોટલ અને ફાર્મહાઉસની સાથે જ સિંહ દર્શનનું ઑનલાઈન બુકિંગ હાઉસફૂલ થઈ ગયું. નવસારીમાં દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે સહેલાણીઓએ ઉંટ અને ઘોડેસવારીની મજા માણી. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ પહોંચ્યા.

ભાઈબીજાના દિવસે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા. સુદામા સેતુ, દરિયા કિનારે, પંચકુઈ સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટ્યું. દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ સહિત તહેવારોની રજા હોવાથી દ્વારકામાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ પણ હવે નહીંવત થતાં મોટી સંખ્યામાં લોકોની દ્વારકા સહિતના સ્થળોએ ભીડ જોવા મળી રહી છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">