BOTAD : 61 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ, ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા રસીકરણમાં બોટાદ બીજા ક્રમે

Corona Vaccination in Botad : કલેક્ટર તુષાર સુમેરાના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વહેલી તકે રસીકરણ પૂરું થાય તેને લઈ કલાસ વન અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને કામગીરી સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 4:12 PM

BOTAD : કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વહેલી તકે રસીકરણ પૂરું થાય તેને લઈ કલાસ વન અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં આ અધિકારી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને વેકસીન લેવા માટે જાગૃત કરી રહ્યા છે. તેમજ વેક્સીન આપવાની કામગીરી કરી રહ્યા છે. મતદાર યાદી મુજબ જિલ્લામાં 61 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યમાં 100 ટકા ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીન સાથે બોટાદ જિલ્લો બીજા ક્રમે આવેલો છે.

બોટાદમાં રસીકરણ મહાઅભિયાન વિશે વાત કરતા બોટાદ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે બોટાદમાં કોરોના રસીકરણમાં 61 ટકાથી વધારે સફળતા મળી ચુકી છે. રસીકરણ અભિયાનને ગતિ આપવા જિલ્લાના તમામ PHC સેન્ટર પર એક -એક ક્લાસ વન અધિકારીને ડ્યુટી આપવામાં આવી છે. 100 ટકા રસીકરણ માટે મતદારયાદીને આધારે એક એક નાગરિક સુધી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.

બોટાદ જિલ્લામાં 100 ટકા  રસીકરણ માટે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તેની અસર પણ દેખાય રહી છે. 26 ઓગષ્ટ સુધીમાં જિલ્લાના હોલાયા, પીપરડી અને ચારણકી ગામોમાં સો ટકા રસીકરણની કામગીરી કરવામાં આવી છે. નોડલ અધિકારીએ રસીકરણ મહાઅભિયાન દ્વારા હોલાયા, પીપરડી અને ચારણકી ગામોમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ અંગે જાગૃત કર્યા હતા.

આ પણ વાંચો : RAJKOT : વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">