Corona Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, અમદાવાદમાં 17, રાજકોટમાં 4, વલસાડમાં 1 નવો કેસ
કોરાનાના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં ભર્યાં છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનોના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યાં છે, જો કે આ વેરિઅન્ટ ચિંતાજનક નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 17 કેસ કોરોનાના નોંધાયા છે. અત્યાર સુધી માં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. 13 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. રાજકોટ શહેરના શિવપાર્ક, ગોવિંદ નગર , શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા છે. 20 ઓક્સિજન બેડની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
