Gandhinagar : દહેગામમાં કોરોના સહાય માટેનું બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ, 30 વારસદારોએ ખોટી સહાય લીધી હોવાનો ઘટસ્ફોટ, જુઓ Video
દહેગામ પોલીસે 30 જેટલા વારસદારો સામે ફરિયાદ નોંધી સહાયની રકમની રિકવરીની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામમાં 30 વારસદારોએ કોરોનામાં મૃત્યુ પામેલાનું મેડિકલ ઓફિસરની ખોટી સહી અને સિક્કા સહિતના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી 50 હજાર રૂપિયાની સહાય લીધી હતી.
Gandhinagar : ગાંધીનગરના દહેગામમાં ખોટા દસ્તાવેજો (Bogus Certificate) રજૂ કરી વારસદારોએ કોરોના સહાય લીધી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. 30 જેટલા વારસદારોએ પોતાના સગા કોરોના મૃત્યુ પામ્યા હોવાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને લઇ નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દહેગામ પોલીસે 30 જેટલા વારસદારો સામે ફરિયાદ નોંધી સહાયની રકમની રિકવરીની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામમાં 30 વારસદારોએ કોરોનામાં મૃત્યુ પામેલાનું મેડિકલ ઓફિસરની ખોટી સહી અને સિક્કા સહિતના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી 50 હજાર રૂપિયાની સહાય લીધી હતી. જેની જાણ થતાં મામલતદારે ખરાઈ કરાવતાં 30 જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ ખોટા સહી સિક્કાવાળા પ્રમાણપત્રો રજૂ કરી સહાય મેળવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.