Gujarat: લોકોને પાણી માટે મારવા પડી શકે છે વલખા, 2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ Video
આગામી 2 ઓક્ટોબરે રાજ્યના પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો વિરોધ નોંધાવશે. કોન્ટ્રાકટરો આ દિવસથી હડતાળ પર ઉતરશે અને સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી પાણી વિતરણ અને મરામત સહિતની તેમની કામગીરી બંધ રાખવામાં આવશે. ગાંધી ચિંધ્યા માર્ગે જવા માટે ઉતરવાની કોન્ટ્રાક્ટરોએ આપી છે. કોન્ટ્રાકટરોએ પોતાની લેણાં નિકળતી રકમને લઈ આખરે હડતળાનો રસ્તો અપનાવ્યો છે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
કોન્ટ્રાકટરોનુ કહેવુ છે કે, છેલ્લા 20 મહિનાથી પાણી પુરવઠા પાસેથી લેવાની નિકળતી કેટલીક રકમ બાકી છે. ખાસ કરીને જીએસટીના નાણા લેવાના નિકળી રહ્યા છે. 18 ટકા જીએસટીની રકમ લેણાં નિકળે છે, આ રકમ 20-25 લાખથી લઈને કરોડમાં બાકી રકમ એક એક કોન્ટ્રાક્ટરની છે. જે રકમ કોન્ટ્રાક્ટરોએ જાતે ભરી છે અને તે લેવાની નિકળે છે. બીજી તરફ અનેકવાર રજૂઆતો છતાં પણ તંત્ર નહીં સાંભળતા આખરે 7-8 મહિનાની રજૂઆતો બાદ હવે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરાયો છે.