Kutch News : ગાંધીધામમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, કન્ટેનરચાલકે નિયંત્રણ ગુમાવતાં બે બ્રિજની વચ્ચે લટક્યું, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભચાઉ તાલુકામાં વોન્ધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર અચાનક નિયંત્રણ ગુમાવતાં બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દીવાલ તોડી લટકી પડ્યું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભચાઉ તાલુકામાં વોન્ધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર અચાનક નિયંત્રણ ગુમાવતાં બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દીવાલ તોડી લટકી પડ્યું છે. આ દુર્ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો છે. જો કે બે બ્રિજ વચ્ચે લટકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કઢાવ્યું હતું.
અમદાવાદમાં સર્જાયો હતો અકસ્માત
બીજી તરફ અમદાવાદના શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.પ્રાપ્ત થતી માહિતી અનુસાર પૂર પાટ ઝડપે આવતી કારે પહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારબાદ એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા તે રિક્ષા ચાલકને અથડાતા યુવકનું મોત નિપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
