ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ કરવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ, આંદોલનની ચીમકી

કોંગ્રેસ ધારાસભ્ય કનુ બારૈયાએ આક્ષેપ કર્યા હતા કે ભાવનગરથી સોમનાથ  નેશનલ હાઈવે પર અનેક ખાડાઓ છે. તેમ છતા ટોલ વસુલવામાં આવી રહ્યો છે. આ રસ્તા પરથી પસાર થવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગરના(Bhavnagar) કોંગ્રેસના (Congress)  ધારાસભ્ય કનુ બારૈયાએ ભાજપ સરકાર પર હાઈવે મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય કનુ બારૈયાએ આક્ષેપ કર્યા હતા કે ભાવનગરથી સોમનાથ  નેશનલ હાઈવે (Bhavnagar Somnath Highway) વર્ષોથી બની રહ્યો છે તેનું કામ પૂર્ણ થતું જ નથી. બીજી તરફ હાઈવે ભાવનગરથી મહુવા સુધી પણ સારો બન્યો નથી.

આ હાઈવે પર અનેક ખાડાઓ છે. તેમ છતા ટોલ વસુલવામાં આવી રહ્યો છે. આ રસ્તા પરથી પસાર થવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી હતી કે તંત્ર દ્વારા હાઈવેનું સમારકામ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો તેઓ કલેકટર ઓફિસ સામે ધરણા કરશે.

આ પણ વાંચો :Vadodara માં હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા

આ પણ  વાંચો: Tapi : ઉકાઈ ડેમ 93 ટકા ભરાયો, પીવા અને સિંચાઈના પાણીની તકલીફ દૂર થઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati