Vadodara માં હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા
ગોત્રી દુષ્કર્મ કેસની પીડિતાએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં યુવતીએ જુબાની આપી છે.
વડોદરાના(Vadodara ) ચકચારી અને હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.અને આરોપીઓની હેવાનિયતનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.દુષ્કર્મ કેસની પીડિતાએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું છે આ નિવેદનમાં યુવતીએ જુબાની આપી છે.
જેમાં આરોપી CA અશોક જૈને પેઢા પર મુક્કા અને લાતો મારી રૂમમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હતું…3 કલાકે ચાલેલા નિવેદનમાં યુવતીએ આરોપીઓ ગંભીર આરોપો લગાવ્યા છે…અને પ્રતિકાર કરવા બદલ પીડીતાને લાફા મારીને વાળ પકડીને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢ માર માર્યોનો પણ આરોપ લગાવાયો છે.આરોપીઓનો માર એટલો જોરદાર હતો કે યુવતીને આજે પણ બ્લડીંગ થઇ રહ્યું છે.
તો ચકચારી કેસને લગતા આરોપીઓના કેટલાક ફોટોગ્રાફ વડોદરામાં વાયરલ થયા છે…જેમાં આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટની કરતૂતો જોઇ શકાય છે. જોકે બુટલેગર સાથે સંબંધો અંગે પીડિતાના કાઉન્સેલરે બચાવ કર્યો છે,,,અને કહ્યું છે કે આ બુટલેગરે પીડિતા સાથે કોઇ દુરવ્યવહાર કર્યો નથી કાઉન્સેલરે ભાર પૂર્વક જણાવ્યું કે પીડિતાના બુટલેગર સાથે સંબંધ અંગે ચર્ચા કરવા કરતા યુવતીને ન્યાય મળે તે દિશામાં પ્રયાસો થવા જોઇએ..
જો પોલીસ તપાસની વાત કરીએ તો,વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે.બે પૈકીની એક કારમાં પીડિતા અશોક જૈન સાથે બેસીને રાજુ ભટ્ટને મળવા ગઇ હતી.તો CA અશોક જૈનના પુત્ર, ઓફિસ સ્ટાફ સહિત 30 લોકોની પૂછપરછ કરવામાં આવી છે સાથે જ ક્રાઇમ બ્રાંચે અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે કર્યું છે.
તો યુવતી જે ફ્લેટમાં રહેતી હતી તેના માલિક અને ખાનગી હોટલ સંચાલકની પણ ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરી છે.આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તમામ એરપોર્ટ પર જાણ કરવામાં આવી છે.તો પીડિતાના કથિત મિત્ર બુટલેગર અલ્પેશ સિંધી જે ગુનામાં વોન્ટેડ છે તે ગુનામાં ધરપકડ માટે પોલીસ સઘન પ્રયાસો શરૂ કર્યા છે..
આ દુષ્કર્મની આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ક્રાઇમ બ્રાંચે ફરાર બંને આરોપીઓના વોરંટ મેળવવા તજવીજ હાથ ધરી છે.જો આરોપીઓ પોલીસ સમક્ષ હાજર નહીં થાય, અથવા તો નહીં ઝડપાય તો પોલીસ બંને આરોપીઓની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો : ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, મતદારોના ડેટા સાથેની એપ્લીકેશન બનાવી
આ પણ વાંચો : શરૂ વરસાદે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધી, કાર્યકરોએ વરસાદમાં પલળીને પણ તેમને સાંભળ્યા