AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રો બનાવવાના કેસમાં ડિટવાસ ગ્રામ પંચાયતના બે સભ્યો સામે ફરિયાદ

મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રો બનાવવાના કેસમાં ડિટવાસ ગ્રામ પંચાયતના બે સભ્યો સામે ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 7:58 PM
Share

ડિટવાસ ગ્રામ પંચાયતના બે સભ્યોએ અંગત લાભ માટે જાતિના બોગસ પ્રમાણપત્રો બનાવી અંગત લાભ માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ બાદ વિશ્લેષણ સમિતિ દ્વારા તપાસ કરાતા પ્રમાણપત્રો ખોટા હોવાનું સામે આવતા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કડાણા વિસ્તરણ અધિકારી દ્વારા કડાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મહીસાગરના કડાણામાં આદિવાસી હોવાના ખોટા પ્રમાણપત્રને લઈ ગ્રામ પંચાયતના બે સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. કડાણાની ડીટવાસ ગ્રામ પંચાયતના એક મહિલા સહિત બે સભ્યને પોલીસે ધરપકડ કરી જેલ હવાલે મોકલ્યા છે. આ બંનેએ આદિવાસી હોવાનું બોગસ પ્રમાણપત્ર મેળવીને ચૂંટણીમાં સભ્યપદ મેળવ્યાનો આરોપ લાગ્યો છે.

આ અંગે ફરિયાદ બાદ વિશ્લેષણ સમિતિએ સંબંધિત પુરાવા ચકાસ્યા, તો તાલુકા પંચાયત કચેરી કડાણાએ આવો કોઈ રેકર્ડ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું. તેથી પુરાવાના અભાવે પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું છે અને તાલુકા વિસ્તરણ અધિકારીએ કડાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહિત બંને સભ્યોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીટવાસ ગ્રામ પંચાયતના બે ચૂંટાયેલા સભ્યોના દાખલા ખરેખર નકલી છે કે પછી કોઈ રાજકીય હરિફોએ બદનામ કરવા કાવતરૂ ઘડ્યું છે. આ અંગેની હકીકત તપાસ બાદ સામે આવશે. પરંતુ ડીટવાસ ગામના અગ્રણીના મતે બંને આદિવાસી સમાજના છે અને વર્ષોથી તેઓ તેમના પરિવારજનોને ઓળખે છે.

આ પણ વાંચો મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શાળાના આચાર્યએ શિક્ષિકાની કરી છેડતી

આ બંને પ્રમાણપત્રો તાલુકા પંચાયત કચેરીથી ઓનલાઈ ફોટા પાડીને મેળવાયા હતા. આ બંને સભ્યોના ચૂંટાયાને માંડ દોઢ વર્ષ થયું છે. તેમજ કોઈ ગેરરીતિ કરીને નાણાં પણ મેળવ્યા નથી. ગામના અગ્રણીઓના મતે તાલુકા પંચાયત કચેરીને અભિપ્રાય આપવામાં કોઈ ભૂલ થઈ લાગે છે. તેથી ખોટા આરોપ મુદ્દે યોગ્ય તપાસ થવી જોઈએ.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 09:50 PM
g clip-path="url(#clip0_868_265)">