Rajkot Video : રાજકોટમાં TRP ગેમ ઝોન જેવો વધુ એક અગ્નિકાંડ બને તે પહેલા જ આઠ ગેમ ઝોન સીલ કરાયા

Rajkot Video : રાજકોટમાં TRP ગેમ ઝોન જેવો વધુ એક અગ્નિકાંડ બને તે પહેલા જ આઠ ગેમ ઝોન સીલ કરાયા

| Edited By: | Updated on: May 29, 2024 | 3:59 PM

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાતમાં આવેલા ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી છે. લાયસન્સ અને NOC વગરના ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

રાજકોટમાં 8 ગેમ ઝોન સામે અત્યાર સુધી ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં વલ્ડ ઓફ વન્ડર, પ્લે પોઇન્ટ, નોક આઉટ ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ગેમઝોન, ઈન્ફિનિટી ગેમઝોન, ફન બ્લાસ્ટ ગેમ ઝોન, વુપી વલ્ડ ગેમઝોન તેમજ ક્રિષ્ના ગેમઝોન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જો કે જરુરી પરવાના વગર અને NOC વગર ચાલતા ગેમ ઝોન પર તવાઈ બોલાવામાં આવી છે. જેમાં સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી પણ સુરક્ષામાં ઉણપ હોય તેવા ગેમઝોન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ અને  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો