યુવા શક્તિનો ઉત્સવ: મુખ્યમંત્રીના હસ્તે 4,473 યુવાઓને નિમણૂક પત્રો એનાયત – જુઓ Video
ગાંધીનગરમાં રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો; યુવાનોનો વિકાસ... દેશનો વિકાસ...મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં 4,473 યુવાઓને સરકારી ક્ષેત્રમાં સેવા કરવા માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં રોજગારીની તકોના વિસ્તરણ તરફ વધુ એક મોટું પગલું ભરતાં, આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં રાજ્યસ્તરીય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રીની હાજરીમાં 4,473 યુવાઓને સરકારી ક્ષેત્રમાં સેવા કરવા માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વિકસિત ગુજરાતનું નિર્માણ
મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર મેળવનાર યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, “યુવાનોનો વિકાસ એટલે જ દેશનો વિકાસ છે.” તેમણે યુવા શક્તિના સામર્થ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ યુવા શક્તિના જોરે જ ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને સરકારી ક્ષેત્રમાં સેવા કરવાનો મોકો પૂરો પાડવાનો અને રાજ્યના વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. ‘વિકસતું ગુજરાત આગળ ધપતું ગુજરાત’ ના ધ્યેય સાથે, ગુજરાત સરકારે એકસાથે 4,473 યુવાઓને નિમણૂક પત્ર આપીને રોજગાર ક્ષેત્રે તેની પ્રતિબદ્ધતાને પુન:સ્થાપિત કરી છે. સરકારી સેવામાં જોડાયેલા આ યુવાનો ગુજરાતના વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવામાં મદદરૂપ થશે.
