બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી વચ્ચે પંચાયત સદસ્ય 2 દિવસથી ગૂમ, પોલીસે તપાસ શરુ કરી
બનાસકાંઠા જિલ્લાના છાપીમાંથી એક પંચાયત સદસ્ય છેલ્લા બે દિવસથી ગૂમ થઈ જવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. એક તરફ હાલમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. માહોલ રાજકીય રીતે જામવા લાગ્યો છે, આ દરમિયાન ગ્રામ્ય સ્તરના આગેવાન ગૂમ થઇ જવાને લઈ સરપંચે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
છાપીના સરપંચે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગ્રામ પંચાયતના સભ્ય ગૂમ થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી હરેશ ચૌધરી ગૂમ થઈ જઇ જવાને લઈ તેમને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોએ બે દિવસથી શોધખોળ કરવા છતાં તેમની કોઇ ભાળ નહીં મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ પણ વાંચો: બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ
સરપંચે ગ્રામ પંચાયતના સદસ્ય હરેશ ચૌધરી બે દિવસથી ગૂમ હોવાની જાણ પોલીસને કરી છે. સરપંચ અને ગૂમ થયેલ સદસ્ય હરેશ ચૌધરી બંને કૌટુબિક ભાઇઓ છે. જેમણે હાલ તો આ અંગેની ફરિયાદ નોંધાવીને હરેશ ચૌધરીનો પત્તો મેળવા માટે પોલીસને રજૂઆત કરી છે. એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમ થઈ રહ્યો છે, ત્યાં ગ્રામ્ય સ્તરના આગેવાન ગૂમ થવાની ઘટનાને લઈ ચર્ચાઓ શરુ થઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
